ગોહિલ રાજવંશના રખોપા કરવાવાળી..... હિરબાઈમાં અને તેના ભાઈ નનાભટ્ટનો ઇતિહાસ

🌻🌷 ગોહિલ રાજવંશના રખોપા કરવાવાળી..... હિરબાઈમાં અને તેના ભાઈ નનાભટ્ટનો ઇતિહાસ🌹🌴🌈

ગારીયાધાર એટલે ગોહિલોનું મોટું રજવાડું.... ગોહિલોના આદ્યપુરુષ સેજકજી ગોહિલના નાના દીકરા શાહજી ગોહિલે વસાવેલી રાજધાની.... 

આ ઘટના બની ત્યારે ગારીયાધારમાં ઠાકોર સવાજી ગોહિલ ગાદીએ હતા... કાઠીઓ સાથે સવાજીને વેર ચાલતું હતું...

એક દિવસ સવાજી અને સૈનિકો રણક્ષેત્રે સંચર્યા હતા....

કાઠીઓને ખબર પડી કે ગઢ ખાલી છે અને સવાજીની રાણીઓ માત્ર અમુક સૈનિકોના ઓછાયામાં છે... 

 કુમા ખુમાણે પોતાના ભાઈ આલા ખુમાણને બોલાવ્યો અને કહ્યું:- ગઢ ખાલી છે પચાસ માણસોને લઈને સવાજીની રાણીયોને પકડી લાવો.

આલો ખુમાણ ગારીયાધાર પર હલ્લો લઈ ગયો...
રાજગઢમાં રાણીઓ જ હતી. પંદરથી વીસ માણસો રક્ષણ માટે હતા..
આલા ખુમાણ અને તેના સાથિયો સાથે રક્ષણ કરનાર ગોહિલ સૈનિકો વચ્ચે ઝપાઝપી શરૂ થઈ ગઈ...

એ સમયે ગારીયાધાર રાજ્યમાં પાલીવાળ બ્રાહ્મણોને મહત્વના કાર્યભાર સોંપવામાં આવતા હતા... પાલિવાલ બ્રાહ્મણોએ રાજ્યનું કારભારી પદ શોભાવતા હતા...સો સો વર્ષ સુધી રાજકાજનો નેજો ઝાલી રાખ્યો હતો, અનેક કુરબાનીઓ આપી હતી...

ગારીયાધારના પ્રખ્યાત દંડપતિ જાંબભટ્ટ હતા, એ જાંબભટ્ટના ભાઈનું નામ ગજધર ભટ્ટ, ગજધર ભટ્ટને સાત પુત્રો હતા, બધા ગોહિલોના રાજની નોકરીમાં હતા...
સૌથી મોટો પુત્ર ' નાનો ભટ્ટ ' એ ઠાકોર કાંધાજી ગોહિલનો કારભારી હતો...

નાના ભટ્ટ મૂંગા હતા પણ ભારે બુદ્ધિશાળી હતા.. ઠાકોર સવાજીના વખતમાં પણ એ રાજની સેવામાં હતા..

 નાના ભટ્ટને કાઠીઓના આગમનની ખબર પડી ગઈ, પોતે બોલી શકે એમ નોહતા, લડી શકે તેમ નોહતા અને કાઠીઓએ હલ્લો બોલાવ્યો સૈનિકો સાથે લડવા લાગ્યા અને નાના ભટ્ટ  હાથના ઈશારાથી બધાને પ્રોત્સાહન આપવા લાગ્યા....

આ વખતે ઓચિંતો એક તેજસ્વી યુવાન ઘસી આવ્યો... એક હાથમાં ભાલુ બીજા હાથમાં તલવાર કેડે કટારી. એને આવતા વેંત બાઘાઝીંકી બોલાવી અને કાઠીઓના કેટલાય માણસોને પતાવી દીધા... કાઠીઓ વિચારવા લાગ્યા કે કોઈ દેવતાઈ સહાય વગર આ ન બને, રાજપૂત બી વગર આ સાહસ ના સંભવે...

'અલ્યા ! સવાજીનો કુંવર લાગે છે...કરો ભોં ભેગો...કાઠીઓએ ભૂમ પાડી'

કાઠીઓનો હલ્લો એકતરફી થઈ ગયો અને આ બાજુ નાનાભટ્ટ પણ હાથમાં ઢાલ લઈને ઉભો રહી ગયો... શમડીની ઝડપે આવતા ઘા ને રોકવા લાગ્યો...પણ કાઠીઓ જાજાને આ બાજુ માણસો ઓછા હતા.

એક ભાલાનો પ્રહાર આવ્યો ને નાનાભટ્ટે પોતાની ઢાલ પર ઝીલી લીધો... અને જોરથી પોતાની મૂંગી ભાષામાં અવાજ કર્યો...ચોકમાં લડતા સૈનિકો ત્યાં આવી પહોંચ્યા..ધીંગાણું ભારે જામ્યું.. કાઠીઓ ગોહિલોની રાણીઓને ઉપાડી જવા માંગતા હતા, પણ કાઠીઓ ફાવતા નોહતા...

ધીંગાણું જોરમાં આવી ગયું. નવો યોદ્ધો ભારે કેર વર્તાવી રહ્યો હતો.. એ ઘાસની જેમ માણસને કાપતો હતો...પટાબાજી, ભાલાબાજી બધામાં યોદ્ધાની ચપળતા હતી...

કાઠીઓએ ફરી કિકિયારી કરી, તીખા ભાલા ભેગા કરી મલ્લ યોદ્ધા સામે ટાંક્યા, ઝીંક્યા. એક ભાલો એ અસવાર યોદ્ધાના દેહની આરપાર નીકળી ગયો. એ યોદ્ધા ભોંય પર પટકાઈ ગયો.. એના માથા પર બાંધેલો ફટકો નીચે પડ્યો. એમાંથી કોઈ પદ્મિનીને શોભે એવો લાંબો ચોટલો નીકળી આવ્યો. કરંડીયામાંથી જાણે વાસુકી નાગ નીકળી આવ્યો ! 

નાનોભટ્ટ પણ હવે પુરા મેદાને પડ્યો, પણ એ લડાયક જીવ નોંહતો, એક ઘા આમ, એક ઘા તેમ, અને થોડીવારમાં ભાલાથી વીંધાઈને ભોં એ પડ્યો પણ વાતાવરણ પલટાઈ ગયું હતું. રાણીઓએ ખડગ સહ્યા હતા. નનાભટ્ટને ઢાળીને કાઠીઓ નાસી છૂટ્યા હતા..!

ચોટલાવાળો યોદ્ધો ચતટોપાટ પડ્યો હતો. લોહીનો ધોધ એના દેહમાંથી વહેતો હતો.

થોડીવાર પછી બધાએ આવીને જોયું તો વીર યોદ્ધાની જેમ લાડનાર બીજું કોઈ નહીં પણ નાનાભટ્ટની બહેન હિરબાઈ હતી. એ વીર બ્રાહ્મણ અબળાના મૃત્યુ પર બધા ગમગીન બની ગયા... 

 ગોહિલકુળની લાજ આજે એ બ્રાહ્મણ દીકરી હિરબાઈએ રાખી હતી. 

હિરબાઈની ઉંમર માત્ર અઢાર વર્ષની હતી. ગોહિલ કુળવધુઓ પર જો કાઠીઓનો પંજો પડ્યો હોત તો શું થાત, તે કંઈ કહેવાય તેમ નોહતું..

જ્યાં હિરબાઈ અને નનાભટ્ટે પ્રાણની આહુતિ આપી હતી ત્યાં તેઓના સમાધિ સ્થાન ચણાયાં. ગોહિલો હિરબાઈમાં અને તેના મૂંગા ભાઈ નાનાભટ્ટનું ઋણ ક્યારેય ચૂકવી શકે એમ નથી... જો આ વીરતા ન બતાવી હોત તો ગારીયાધાર રાજવંશ નાશ પામ્યો હોત... ગોહિલો હિરબાઈમાંને કુળદેવી સમાન પૂજવા લાગ્યા... 

 આજે ગારીયાધારમાં હિરબાઈમાંનો ઓરડો છે તેમાં ગોહિલોના કુળદેવી ચામુંડામાં અને સહાયક દેવી ખોડિયારમાંની બાજુમાં જ હિરબાઈમાંની મૂર્તિની સ્થાપના કરેલ છે અને ગોખલામાં નનાભટ્ટનું સ્થાન છે. 

(આ કરુણ પ્રસંગની યાદમાં પાલિવાલ બ્રાહ્મણોએ આ ગામનું પાણી હરામ કરેલ છે.... અને  ગારીયાધાર/પાલીતાણા ભાયાતના આજુબાજુના ગોહિલોના ગામો દિકરીબાના કર, દીકરાના છેડાછોડી વગેરે માટે ગારીયાધાર હિરબાઈમાંના મંદિરે આવે છે)

🏠🌻🌈 ROYAL HISTORY OF GUJARAT STATE🎍🪀💐

Share on:

વધુ પોસ્ટ

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.