ખેડૂત સહાય 2025 26

નવિન આઇ ખેડુત પોર્ટલની
વર્ષ ૨૦૨૫-૨૬ માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે આઇ ખેડુત પોર્ટલ તા.૨૪/૦૪/૨૦૨૫ થી તા. ૧૫/૦૫/૨૦૨૫ સુધી ખુલ્લું મૂકવામાં આવેલ છે. અરજી કરતાં પહેલા ખેડૂતોએ નોંધણી કરવી ફરજિયાત છે ત્યારબાદ લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી કરી શકાશે. પોર્ટલ પર અરજી મેળવવાની સમય મર્યાદા પુર્ણ થયા બાદ તમામ અરજીઓનો જિલ્લા/તાલુકા કક્ષાએથી ડ્રો કરવામાં આવશે અને અગ્રતા યાદી તૈયાર કરવામાં આવશે જે મુજબ લક્ષ્યાંકની મર્યાદામાં પુર્વમંજુરી આપવામાં આવશે જેથી અરજી કરવા પોર્ટલ ૨૨ દિવસ સુધી ખુલ્લું રહેશે જેથી ખેડૂતોએ પોતાના સમય અનુસાર ઓનલાઇન અરજી કરવા જણાવવું