Photo

ધાંધલ્યા જેઠાભાઇ ગોપાળજીભાઈ

મૃત્યુ: 20/01/2026, Tuesday

દિહોર

ઉંમર: 94

🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - દિહોર . 🙏😭🙏🕉️🙏


દિહોર નિવાસી ધાંધલ્યા જેઠાભાઇ ગોપાળજીભાઈ ઉંમર વર્ષ:- ૯૪ નું તા:- ૨૦/૦૧/૨૦૨૬ ના રોજ અવસાન થયેલ છે. તે ધાંધલ્યા રઘુભાઇ જેઠાભાઇ (તંત્રી, પાલીવાલ જ્યોત), દેવરાજભાઇ જેઠાભાઇ (આચાર્ય, નેસવડ પ્રાથમિક શાળા), કાંતાબેન દલપતભાઇ જાળેલા (દેવગાણા), કંચનબેન લક્ષ્મીરામભાઇ બારૈયા (ટીમાણા), પુનબાઇબેન રમેશકુમાર જાની (સથરા) તથા શારદાબેન કરૂણાશંકર રમણા (સાંખડાસર નં.૧) ના પિતાજી થાય. તથા ધાંધલ્યા પરમાણંદભાઇ ગોપાળજીભાઇ, સ્વ. વનમાળીભાઇ ગોપાળજીભાઇ, ગૌરીશંકરભાઇ ગોપાળજીભાઇ, શાંતિભાઇ ગોપાળજીભાઇ, સ્વ. સુંદરબેન ભગવાનભાઇ (દેવલી), સ્વ. ત્રિવેણીબેન લક્ષ્મણભાઇ લાધવા (કરમદીયા), સ્વ. અનકુંવરબેન ગિરજ્યાશંકર પંડ્યા (પીપરલા), શામુબેન ચુનિલાલ ભટ્ટ (સમઢિયાળા), સ્વ. અંજવાળીબેન મનુભાઇ રમણા (સાંખડાસર નં.૧) ના મોટાભાઇ થાય.


રબારિકા નિવાસી સ્વ. જાની સુખદેવભાઇ વિઠ્ઠલભાઈના જમાઇ થાય. તથા સ્વ. શંભુભાઇ, લલ્લુભાઇ, નંદલાલભાઇ તથા બચુભાઇ સુખદેવભાઇના બનેવી થાય.


સ્વ. નો લૌકિક વ્યવહાર (બેસણું) તા:- ૨૩ અને ૨૪/૦૧/૨૦૨૬ ને શુક્રવાર અને શનિવાર બે દિવસ દિહોર મુકામે અમારા નિવાસસ્થાને રાખવામાં આવેલ છે. તથા પિયર પક્ષની સાદડી દિહોર મુકામે સાથે રાખેલ છે. તથા સુંવાળા ગુરૂવારે તા:- ૨૨/૦૧/૨૦૨૬, ગુરૂવારના રોજ રાખેલ છે.


ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏


✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી, મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🙏

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
0 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.