પાલીવાલ બ્રહ્મ સમાજનો ગૌરવવંતો સાંસ્કૃતિક મહોત્સવ.
શ્રી પાલીવાલ બ્રહ્મ સમાજ સેવા મંડળ આયોજિત ભવ્ય 🎻"સાંસ્કૃતિક કાર્યક્રમ"🥁 અને 🏅"તેજસ્વીતાને સન્માનીએ"🎖️ તેમજ 🎺"સ્નેહસભર ગૌરવ સન્માન"🎸જેવા સમાજને ગૌરવ અપાવનાર ત્રિવિધ કાર્યક્રમો.*
કલાકુંજ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ તથા શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ સમાજના દરેક ફેકલ્ટીના પ્રથમ આવેલ તમામ વિદ્યાર્થીનું તેજસ્વીતાનું સન્માન તેમજ પાલીવાલ બ્રહ્મ સમાજના સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ સમાજના ડોકટરો અધિકારીઓ તેમજ પદાધિકારીઓ વ્યક્તિ વિશેષ ગૌરવ સન્માન જેવા ત્રિવિધ કાર્યક્રમનું આયોજન શ્રી પાલીવાલ બ્રહ્મ સમાજ સેવા મંડળ દ્વારા શિવકુંજ આશ્રમ અધેવાડા-ભાવનગર ખાતે ભવ્યાતી ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં સંતશ્રી શિવકુંજ આશ્રમના મહંતશ્રી સીતારામબાપુ તેમજ શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંતશ્રી ભગવાનદાસ બાપુ તેમજ સદગુરુ આશ્રમના મહંત શ્રી વિશાલદાસબાપુ ના સાનિધ્યમાં સમાજના
પ્રતિષ્ઠિત આગેવાનોમાં પાલીવાલ બ્રહ્મ સમાજના પ્રમુખ મહેન્દ્રભાઈ બારૈયા, માજી ધારાસભ્ય શ્રી કનુભાઈ બારૈયા તેમજ મહેન્દ્રભાઈ પનોત તેમજ સમાજના ઉપ પ્રમુખ લાભશંકરભાઈ દેવજીભાઈ લાધવા વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વન્દેમાતરમ અને દીપ પ્રાગટયથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી શ્રી પાલીવાલ બ્રહ્મ સમાજ સંચાલિત શાળાઓ અને મહાશાળાઓના બાળકો દ્વારા ભવ્ય કલાકુંજ સાંસ્કૃતિક કાર્યક્રમનિ કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી વિદ્યાર્થી અને સમાજના સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ સમાજના ડોકટરો અધિકારીઓ તેમજ પદાધિકારીઓઅને સેવાના ભેખધારીઓનું વ્યક્તિ વિશેષ ગૌરવ સન્માન ઉમળકા ભેર કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં સમાજના ભાઈઓ બહેનો યુવાનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા......
(નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી ........... મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫)
ટિપ્પણીઓ
0 ટિપ્પણીઓ