શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ ના ૪૧ માં સમુહ યજ્ઞો પવિત નું સફળ આયોજન

🛕🚩🕉️ શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ ના ૪૧ માં સમુહ યજ્ઞો પવિત  નું આયોજન સફળ થયું......... માનવ મેંદની એટલી બધી ઉમટી કે મંડપ ટુંકા પડ્યા....... જય પરશુરામ....... જય મહાદેવ...... શિવ કુંજ ધામ - અધેવાડા ગામના પાદરે આવું અદભૂત આયોજન ભાગ્યે જ જોવા મળે તેવુ હતુ..... સમગ્ર જ્ઞાતિજનો એક જ રંગે રંગાઈ ગયેલું જોવા મળ્યું... કોઈ પણ જાત નાં ભેદભાવ વગર એક જ સાથે કામ કરતું હોય... આવું અકલ્પનીય કામ જોવા મળ્યું... જેમાં બાંભણિયા બ્લડ બેંક - ભાવનગર દ્વારા બલ્ડ ડોનેશન માં ૧૧૭ બોટલ લોહી એકઠું થયું હતું. તેમજ ચા, શરબત,  ગાયત્રી પરિવાર દ્વારા પુસ્તક વિતરણ અને ગાયત્રી પરિવાર - સથરા દ્વારા અકલ્પનીય સેવા નો લાભ આપ્યો હતો. તથા જ્ઞાતિના અલગ અલગ મંડળો સંગઠનો દ્વારા ખંભે થી ખંભો મિલાવીને સેવાનો અનેરો લાભ મેળવ્યો હતો. 🏕️🕉️🌴"જેમાં સેવક કદી વૃધ્ધ થતો નથી, સેવક કદી મરતો પણ નથી, સેવક કદી થાકતો પણ નથી, સેવક જન્મો જન્મ સેવા કાર્ય કરતો જ રહે છે, સેવક કાયમ ધ્રુવના તારા ની જેમ ચમકતો રહે છે."🌴🕉️🏕️ બહાર ગામથી આવેલા જ્ઞાતિના મહેમાનો ખૂબ જ ખૂશ હતા... કોઈ જ પ્રકારની અસુવિધા અનુભવી નથી... શાંતિભાઈ ભટ્ટ (ગોર) અને યોગેશભાઈ ભટ્ટ દ્વારા સરસ મજાની શાસ્ત્રોકત વિધિ કરાવી જેમકે વિધિની વાત જ શી કરવી?... એક એક વાત તર્ક સંગત.. સ્પષ્ટ ભાષા ઉચ્ચાર... દરેક બાબતની વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ થી સમજણ... ખરેખર અદ્ભુત!!! શબ્દો માં વર્ણન કરવાની થોડી ચેષ્ટા કરી છે... પરંતુ ખરેખર શબ્દોથી વર્ણવવુ શક્ય નથી...એની તો બસ અનુભૂતિ જ હોય... કદાચ ઘરે પ્રસંગ કર્યો હોય તો પણ આ પ્રકારનું આયોજન થઈ શકે કે કેમ.....?... એક પ્રશ્ન છે.....  વંદન છે આવા કર્મશીલ પાલીવાલ બ્રહ્મસમાજ ની સંગઠન શક્તિ ને....... વિવિધ મંડળો ને અને આયોજન કરનાર તમામને... ખૂબ ખૂબ અભિનંદન..... ટૂંકમાં ભૂલી ન શકાય તેવો અવિસ્મરણીય પ્રસંગ એટલે શિવકુંજ ધામ - અધેવાડા ગામની સમુહ યજ્ઞો પવિતના કાર્યક્રમ અવિસ્મરણીય બની જાય તેવો હતો..... ઉપરોક્ત કાર્યક્રમમાં જાણે અજાણે તેમજ તન મન અને ધનથી સેવા આપનાર તમામનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવે છે.....જય મહાદેવ..... જય પરશુરામ...... જય પાલીવાલ.......🙏🕉️🎍🌹💐

✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ.  જાની - ગુજરાત પાલિવાલ બ્રહ્મ સમાજ - મીડિયા પ્રમુખ.

ટિપ્પણીઓ
0 ટિપ્પણીઓ
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

વધુ સમાચાર

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.